બોટાદમાં સગાઈ તૂટવાની અદાવતમાં યુવક પર લાકડીઓથી જાનલેવા હુમલો
બોટાદમાં સગાઈ તૂટવાની અદાવતમાં યુવક પર લાકડીઓથી જાનલેવા હુમલો
Published on: 11th October, 2026

ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામે સગાઈ તૂટવાની અદાવતમાં એક યુવક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં ૩૧ વર્ષીય કલ્પેશભાઈ સોલંકી નામના યુવકના નાક પર ગંભીર ઈજા થતાં ટાંકા આવ્યા છે અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના વિજય ગોહિલ, તેના પિતા બાબુ ગોહિલ અને ભાઈ નિમેશ ગોહિલે કલ્પેશભાઈને પાણીના ટાંકા પાસે ઘેરી લીધા હતા. નિમેશે કલ્પેશભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે વિજયે લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે ગઢડા પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.