9 માસના બાળક સાથે ટ્રાફિક નિયમન કરતી મહિલા પોલીસકર્મી
9 માસના બાળક સાથે ટ્રાફિક નિયમન કરતી મહિલા પોલીસકર્મી
Published on: 11th October, 2026

ભુજ નજીક શેખપીર પાસે પદ્ધર પોલીસ મથકના મહિલા હેડકોન્સ્ટેબલ ટમુબેન ગાંગાભાઇ મોકરીયા નવરાત્રી દરમિયાન માતાના મઢ જતા પદયાત્રીઓના ભારે ધસારા વચ્ચે પોતાની 9 માસની બાળક સાથે ટ્રાફિક નિયમન અને સેવા કેમ્પની કામગીરી કરી રહ્યા છે. તેઓ એક તરફ બાળકને રમાડી માતૃત્વની ફરજ નિભાવે છે, તો બીજી તરફ ખાખી વર્દીની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક અદા કરે છે. માતૃત્વ અને પોલીસની કઠિન ફરજનો આ સમન્વય પ્રશંસનીય છે અને લોકો તેમની કામગીરીને સલામ કરી રહ્યા છે.