ભાવનગરના 16 ડેમ પૈકી 9 જળાશયો 100 % ભરાયા, સિંચન અને જળ સ્તર વધ્યા
ભાવનગરના 16 ડેમ પૈકી 9 જળાશયો 100 % ભરાયા, સિંચન અને જળ સ્તર વધ્યા
Published on: 22nd September, 2026

ભાવનગર જિલ્લામાં થયેલા સારા વરસાદને કારણે જિલ્લાના 16 માંથી 9 જળાશયો 100% ભરાઈ ગયા છે. આ જળભરાવને કારણે સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા વધશે અને ખેડૂતોમાં ખુશીની લહેર છે. અનેક નદીઓ જીવંત થઈ ગઈ છે. શેત્રુંજી, રજાવળ, ખાંભડા, માલણ, રોજકી, પીંગળી, ભીમડાદ જેવા ડેમો સંપૂર્ણ ભરાયા છે. કેટલાક ડેમના દરવાજા ખોલી નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી જમીનમાં જળસિંચન અને પાણીના તળ ઊંચા આવી રહ્યા છે.