મોરબી જિલ્લામાં 437 અનાથ બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા રૂ. 3000ની માસિક સહાય
મોરબી જિલ્લામાં 437 અનાથ બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા રૂ. 3000ની માસિક સહાય
Published on: 01st September, 2026

મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ નિરાધાર, અનાથ અને મુશ્કેલ પરિસ્થિતિમાં રહેલા બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા વિવિધ સરકારી યોજનાઓનો અમલ કરી રહ્યું છે. પાલક માતા-પિતા યોજના હેઠળ 437 અનાથ બાળકોને તેમના સંભાળ અને શૈક્ષણિક ખર્ચ માટે માસિક રૂ.3000ની સહાય અપાય છે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર 433 બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 અભ્યાસ માટે મળે છે. યોજના હેઠળ લગ્ન કરનાર દીકરીઓને રૂ. 2 લાખની સહાય અપાય છે, જેનો લાભ અત્યાર સુધી 12 દીકરીઓને મળ્યો છે.