ગુજરાત યુનિ. પૂર્વ VC નીરજા ગુપ્તા પર 10.93 કરોડના નુકસાન અને ભત્રીજાવાદના ગંભીર આરોપ
ગુજરાત યુનિ. પૂર્વ VC નીરજા ગુપ્તા પર 10.93 કરોડના નુકસાન અને ભત્રીજાવાદના ગંભીર આરોપ
Published on: 30th July, 2026

ગુજરાત યુનિવર્સિટી ફરી ચર્ચામાં છે. ABVP દ્વારા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર યુનિવર્સિટીના પૈસાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણા કામચલાઉ કર્મચારીઓને બદલીને પોતાના અને પતિના પરિચિતોને 5-6 ગણા વધારે પગાર સાથે નિયુક્ત કર્યા. આના કારણે યુનિવર્સિટીને 3 વર્ષમાં 10.93 કરોડ રૂપિયાનું વધારાનું નુકસાન થયું છે. ABVPની ફરિયાદ બાદ, યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે.