અષ્ટાંગ આયુર્વેદમાં રસાયણની વિશેષ શાખા
અષ્ટાંગ આયુર્વેદમાં રસાયણની વિશેષ શાખા
Published on: 19th May, 2026

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટએક લોકવાયકા છે. દોઢસોથી વધુ વરસ થયાં. એક રાજગણિકા ઘરડી થવાથી રાજાએ એને હાંકી કાઢી. એ મોડી રાત્રે કે બ્રહ્મમૂહુર્તે નદીમાં ડૂબી મરવા જતી હતી. એ સમયે આયુર્વેદના ઉપાસક ઝંડુ ભટ્ટજી રોજની જેમ નદીએ સ્નાન કરવા જઇ રહ્યા હતા.