ગુજરાતમાં બે સિસ્ટમો સક્રિય
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી બે વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતાં હવામાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે.
