બેરોજગારીથી કંટાળી યુવકનો આપઘાત
બેરોજગારીથી કંટાળી યુવકનો આપઘાત
Published on: 29th May, 2026

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક 42 વર્ષીય યુવાને નોકરી છૂટી જવા અને આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. આ પગલું ભરતાં પહેલાં, તેમણે પોતાની માસૂમ પુત્રીની સુરક્ષા માટે ઘરના દરવાજા પર ચિઠ્ઠી લગાવી હતી, જેમાં લખ્યું હતું કે "દીકરી અંદર ના આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે." લગભગ 5 દિવસ સુધી લાશ ઘરમાં પડી રહેતાં તે ફૂલી ગઈ હતી અને ચહેરો અત્યંત ડરામણો બની ગયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.