તલોદ શ્રીજી પેપર મિલમાં ભીષણ આગ.
તલોદ શ્રીજી પેપર મિલમાં ભીષણ આગ.
Published on: 29th May, 2026

સાબરકાંઠા જિલ્લાના તલોદ-મજરા રોડ પર આવેલી શ્રીજી પેપર મિલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. તલોદ ફાયર વિભાગને રાત્રે 9.53 કલાકે જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગનું પ્રમાણ વધુ હોવાથી પ્રાંતિજ અને ગાંધીનગરની ફાયર ટીમોને પણ બોલાવવામાં આવી. ત્રણેય ટીમોએ સંયુક્ત રીતે આશરે 20 હજાર લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરી પાંચ કલાકની જહેમત બાદ રાત્રે બે કલાકે આગ પર કાબૂ મેળવ્યો. આગના કારણની તપાસ ચાલુ છે.