અમદાવાદના સૈજપુરમાં યુવક પર લૂંટનો પ્રયાસ, છરી વડે હુમલો!
અમદાવાદના સૈજપુરમાં યુવક પર લૂંટનો પ્રયાસ, છરી વડે હુમલો!
Published on: 29th May, 2026

અમદાવાદના સૈજપુર વિસ્તારમાં લૂંટના ઇરાદે આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કર્યો. મોંઘોદાટ મોબાઇલ ફોન અને કિંમતી વસ્તુઓ આપવાની ના પાડતાં યુવક પર હુમલો કરવામાં આવ્યો. આ હિંસક ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આસપાસના લોકોના ટોળાને એકઠું થતાં હુમલાખોરો ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. કૃષ્ણનગર પોલીસે ૩ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી CCTV ફૂટેજ તપાસી તપાસ શરૂ કરી છે.