રાજકોટમાં શ્વાનનો આતંક: 4 મહિનામાં 5,999 લોકો શિકાર
રાજકોટમાં શ્વાનનો આતંક: 4 મહિનામાં 5,999 લોકો શિકાર
Published on: 29th May, 2026

રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત રહ્યો છે, છેલ્લા 4 મહિનામાં 5,999 લોકોને શ્વાનોએ બચકા ભર્યા છે. વસ્તી નિયંત્રણ અને ખસીકરણ પાછળ મહાનગરપાલિકા દર વર્ષે ₹1.13 કરોડ ખર્ચી રહી છે, તેમ છતાં પરિણામ શૂન્ય જણાઈ રહ્યું છે. અધિકારીઓ વાતાવરણમાં બદલાવને કારણે શ્વાન આક્રમક બનતા હોવાનો બચાવ કરી રહ્યા છે, પરંતુ જનતાના પૈસા વેડફાઈ રહ્યાનો આરોપ છે. જાન્યુઆરી અને એપ્રિલમાં સૌથી વધુ બનાવો નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે.