રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Published on: 07th July, 2026

ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો-પ્રેશર સિસ્ટમ અને ઓફ-શોર ટ્રફ સક્રિય હોવાથી આગામી 2-3 દિવસ વરસાદ યથાવત રહેશે. ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.