ગુજરાતમાં 8 હજારથી વધુ સોસાયટીના ટેરેસ હક બિલ્ડરો પાસે, લાખો રહીશો સોલાર ઊર્જાથી વંચિત
ગુજરાતમાં 8 હજારથી વધુ સોસાયટીના ટેરેસ હક બિલ્ડરો પાસે, લાખો રહીશો સોલાર ઊર્જાથી વંચિત
Published on: 07th July, 2026

દેશમાં રૂફટોપ સોલારને પ્રોત્સાહન માટે સરકાર સબસિડી આપી રહી છે, પરંતુ ગુજરાતમાં 8000થી વધુ હાઉસિંગ સોસાયટીઓમાં સમસ્યા છે. ઘણા બિલ્ડરોએ બાંધકામ દરમિયાન ટેરેસના હક્કો પોતાની પાસે જ રાખ્યા છે, જે વેચાણ દસ્તાવેજોમાં જોવા મળે છે. આ કારણે ફ્લેટધારકો ટેરેસનો ઉપયોગ કરી શકતા નથી અને રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકતા નથી. ટેરેસના હક્કોના વિવાદોને કારણે ઘણા રહીશો સોલાર ઊર્જાના લાભથી વંચિત રહી રહ્યા છે, જેનાથી વીજળી બિલમાં રાહત મળતી નથી.