ગુજરાતમાં ભારે વરસાદ: 167 રોડ બંધ, 1023 વીજ પોલ ધરાશાયી
ગુજરાતમાં ભારે વરસાદ: 167 રોડ બંધ, 1023 વીજ પોલ ધરાશાયી
Published on: 07th July, 2026

રાજ્યમાં થયેલા અતિભારે વરસાદને કારણે 167 રોડ-રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં 1-1 નેશનલ હાઈવે પણ પાણી ભરાવાથી બંધ છે. 157 ગ્રામીણ માર્ગો પણ બંધ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં છે. વલસાડ, અમરેલી અને નવસારી જિલ્લામાં સૌથી વધુ રસ્તાઓ બંધ છે. ST બસના 60 રૂટો રદ કરાયા છે, જેમાં ભાવનગર, જૂનાગઢ અને અમરેલી ડેપોની વધુ ટ્રીપો સામેલ છે. 57 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને 1023 વીજ પોલ ધરાશાયી થતાં ઊર્જા વિભાગને મોટું નુકસાન થયું છે.