અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ સફાઈમાં બેદરકારી: ૧ સફાઈકર્મીના મોતનો આક્ષેપ
અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ સફાઈમાં બેદરકારી: ૧ સફાઈકર્મીના મોતનો આક્ષેપ
Published on: 07th July, 2026

અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઈન સફાઈ દરમિયાન ભયાવહ ઘટના બની. સેફ્ટી સાધનોના અભાવે ત્રણ કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ ગૂંગળામણથી બેભાન થયા. સારવાર દરમિયાન એક યુવકના મોતનો આક્ષેપ થતાં હોસ્પિટલનો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે. કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને નફાખોરી સામે રોષ વ્યક્ત કર્યો છે. સુરક્ષા વિના કામ કરાવવાના વિરોધમાં સ્ટાફે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.