અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજા પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ સુપ્રીમમાં જશે
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજા પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ સુપ્રીમમાં જશે
Published on: 07th July, 2026

અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદાના અમલ પર ૩ મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. હાઇકોર્ટે પોતાના હુકમના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે, જેથી આરોપીઓ હવે સજાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. આ કેસમાં 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા. સ્પેશિયલ કોર્ટે 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી, જેની પુષ્ટિ હાઇકોર્ટે કરી હતી.