લવાડ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસે કલેક્ટરે લહેરાવ્યો તિરંગો
લવાડ ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસે કલેક્ટરે લહેરાવ્યો તિરંગો
Published on: 17th August, 2026

ગાંધીનગરના દહેગામ તાલુકાના લવાડ ખાતે આવેલી National Raksha University (NRU) માં 80માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર થઈ. જિલ્લા કલેકટર રવિન્દ્ર ખતાલેએ આન બાન શાન સાથે તિરંગો લહેરાવી પરેડની સલામી ઝીલી. આ પ્રસંગે દેશભક્તિની ભાવના જગાવતી પોલીસ પરેડ, મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ, અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કલેક્ટરે નાગરિક ધર્મ, જાહેર મિલકતનું જતન, અને દેશના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે ગ્રામીણ જ્ઞાન સેતુ પ્રોજેક્ટ, વૃક્ષારોપણ, ગ્રામીણ આવાસ યોજના, મહિલા સ્વસહાય જુથો, રોજગારી, અને વર્લ્ડ પોલીસ ગેમ્સ તથા કોમનવેલ્થ ગેમ્સ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે ગુજરાતના વિકાસ કાર્યોની વિસ્તૃત જાણકારી આપી.