નવરાત્રી દરમિયાન ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
નવરાત્રી દરમિયાન ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Published on: 11th October, 2026

નવરાત્રીના તહેવાર દરમિયાન રાજ્યભરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ગુજરાત પોલીસે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. રાજ્યના 22,000 થી વધુ જાહેર ગરબા સ્થળો, જેમાં પાર્ટી પ્લોટ અને શેરી ગરબાનો સમાવેશ થાય છે, ત્યાં પોલીસ અને SRP કંપનીઓ તૈનાત રહેશે. મહિલાઓની સુરક્ષા માટે 49 શી-ટીમ કાર્યરત રહેશે, જે રોમિયોગીરી અને છેડતી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર ક્રાઇમ ટીમો સક્રિય રહેશે. જરૂર પડ્યે મહિલાઓને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવશે.