અમદાવાદની સ્ટર્લિંગ સિટીમાં ડ્રેનેજ કામ છતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ
અમદાવાદની સ્ટર્લિંગ સિટીમાં ડ્રેનેજ કામ છતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ
Published on: 14th September, 2026

અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્ટર્લિંગ સિટીના સેક્ટર-A અને Bમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી વકરતાં રહીશોમાં ભયનો માહોલ છે. પોણા કલાકના વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ ડ્રેનેજ કામગીરી બાદ પણ આ સમસ્યા યથાવત્ રહેતાં કામગીરીની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થયા છે. રહીશોનો આક્ષેપ છે કે, કામ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો બંધ કરી દેવાઈ હતી. બે વોર્ડની હદ વચ્ચે જવાબદારીનો પ્રશ્ન પણ ઊભો થયો છે, જેના કારણે કાયમી ઉકેલની માગ રહીશો કરી રહ્યા છે.