ભુજ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ભુજ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Published on: 18th July, 2026

કચ્છના ચકચારી લવ જેહાદ અને પોક્સો ગુનાના આરોપીને ભુજ પોક્સો કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી છે. મહારાષ્ટ્રના જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ નામના આરોપીએ 'ફ્રી ફાયર' ગેમ દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો અને આપત્તિજનક ફોટોગ્રાફ્સ વાઈરલ કરવાની ધમકી આપતો હતો. પોલીસે 45 દસ્તાવેજ પુરાવા અને 16 સાક્ષીઓ સાથે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે મુખ્ય આરોપીને સખત આજીવન કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે બે સહઆરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.