રિસોર્ટમાં બે જોડિયા ભાઈઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત
રિસોર્ટમાં બે જોડિયા ભાઈઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત
Published on: 17th August, 2026

આણંદના આંકલાવ તાલુકાના ઉમેટા ગામ પાસે આવેલા કામધેનુ રિસોર્ટમાં વડોદરાના સિદ્દીકી પરિવારના બે જોડિયા બાળકો, હમજા અને નોમાન સિદ્દીકી, સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તેમનું દુઃખદ મોત થયું. રજાઓ માણવા આવેલા પરિવાર પર આ ઘટનાના કારણે અકલ્પનીય દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બંને બાળકો એડલ્ટ સ્વિમિંગ પૂલ તરફ પહોંચી ગયા હોવાનું અને પાણીમાં ડૂબી ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. રિસોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ મુદ્દે તપાસ ચાલી રહી છે.