અમરેલીના ખાંભા ડુંગર પર દેખાઈ સિંહ બેલડી
અમરેલીના ખાંભા ડુંગર પર દેખાઈ સિંહ બેલડી
Published on: 10th September, 2026

અમરેલી જિલ્લાના ખાંભા નજીક ડેડાણ અને રાણીંગપરા ગામ વચ્ચેના ડુંગરાળ વિસ્તારમાં સિંહની એક જોડી મુક્તપણે વિચરતી જોવા મળી. ઊંચા ડુંગર પર એશિયાટીક સિંહ બેલડીનો આ અદભુત નજારો એક વાહનચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક સિંહોની જોડી ડુંગર પર નજરે પડી. આ રોયલ લુક અને કુદરતી સૌંદર્યના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે, જેનાથી વન્યજીવ પ્રેમીઓ મંત્રમુગ્ધ બન્યા છે.