રથયાત્રા પહેલા AMCની કાર્યવાહી: 274 ઈમારતો 'ખતરનાક', મકાનમાલિકોને નોટિસ
રથયાત્રા પહેલા AMCની કાર્યવાહી: 274 ઈમારતો 'ખતરનાક', મકાનમાલિકોને નોટિસ
Published on: 12th May, 2026

અમદાવાદ શહેરમાં આગામી અષાઢી બીજની રથયાત્રા અને ચોમાસાના આગમન પૂર્વે જનહિત અને સલામતીને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. AMC દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 274 ઇમારતો અત્યંત ભયજનક અને જર્જરિત હાલતમાં મળી આવી છે. તંત્ર દ્વારા એ મકાન માલિકોને નોટિસ ફટકારીને જોખમી ભાગો તાત્કાલિક દૂર કરવા તાકીદ કરવામાં આવી છે. તંત્રના આંકડા મુજબ, વર્ષ 2023થી 2025 દરમિયાન કુલ 1251 ભયજનક મિલકતોને નોટિસ આપવામાં આવી હતી.