અમદાવાદ ફાયર સ્ટેશનમાં 140 કલાકથી વીજ પુરવઠો બંધ
અમદાવાદ ફાયર સ્ટેશનમાં 140 કલાકથી વીજ પુરવઠો બંધ
Published on: 12th October, 2026

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં 140 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો છે. નકલી ડિગ્રીના કૌભાંડમાં બરતરફ કરાયેલા અધિકારી મેહુલ ગઢવી દ્વારા સરકારી ક્વાર્ટર ખાલી ન કરાતા અને રૂ. 3.67 લાખનું વીજ બિલ ન ભરવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વીજળીના અભાવે ગેરેજ, વોશરૂમ અને પાણીના પમ્પ જેવી સુવિધાઓ બંધ છે, જેના કારણે ફાયર સ્ટેશનની કામગીરી પર અસર પડી રહી છે. અન્ય ફાયર સ્ટેશનોમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે.