ક્રિકેટરોના કરોડો ડૂબાડનાર BZ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ
ક્રિકેટરોના કરોડો ડૂબાડનાર BZ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ
Published on: 12th October, 2026

ગુજરાતના BZ ગ્રૂપ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ક્રિકેટરો સાથે થયેલી કરોડોની છેતરપિંડી મામલે ગુજરાત હાઈકોર્ટે CID ક્રાઇમ પાસેથી ખુલાસો માગ્યો છે. હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવ જેવા ક્રિકેટરોએ ઊંચા વળતરની લાલચમાં રોકાણ કર્યું હતું, પરંતુ તેમને વળતર મળ્યું નથી. હાઈકોર્ટે મુખ્ય આરોપીઓ સામે કાર્યવાહીમાં વિલંબ અને ઉદાસીનતા બદલ તપાસ એજન્સીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.