જામનગર નજીક કારમાંથી રૂ. 85,200નો વિદેશી દારૂ ઝડપાયો
જામનગર નજીક કારમાંથી રૂ. 85,200નો વિદેશી દારૂ ઝડપાયો
Published on: 12th October, 2026

જામનગર નજીક કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વર્ના કારમાંથી વિદેશી દારૂની 426 બોટલ ઝડપી પાડી છે. પોલીસે રૂ. 85,200ની કિંમતનો દારૂ અને રૂ. પાંચ લાખની કાર સહિત કુલ રૂ. 5.85 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે. દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.