જામનગરના જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
જામનગરના જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
Published on: 12th October, 2026

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત અને પશુઓ માટે ઘાસચારા સહિતની સહાય પૂરી પાડવાની માંગ સાથે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસ આગેવાનો લલિત કગથરા અને મનોજ પનારાએ ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા પગલાં ભરવા જણાવ્યું. બીજી તરફ, IMD અમદાવાદે આગામી ૭ દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે, તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી.