અમદાવાદ પાર્સલ સર્વિસ ચોરીમાં ઉત્તર પ્રદેશથી બે સગા ભાઈઓ ઝડપાયા
અમદાવાદ પાર્સલ સર્વિસ ચોરીમાં ઉત્તર પ્રદેશથી બે સગા ભાઈઓ ઝડપાયા
Published on: 12th October, 2026

અમદાવાદની કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી 'કે. મંગીલાલ પાર્સલ સર્વિસ' પેઢીમાંથી રૂ. 45.29 લાખની રોકડ ચોરીના કેસમાં પોલીસે બે સગા ભાઈઓની ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી ધરપકડ કરી છે. આરોપીઓ યશવીર અને દલવીર પરમાર પેઢીમાં જ નોકરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 1.8 લાખ રોકડા અને રૂ. 1.52 લાખના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.