અમદાવાદ SP રીંગ રોડ પર કટ બંધ થતા સ્થાનિકોનો રોષ, રોડ ચક્કાજામ
અમદાવાદ SP રીંગ રોડ પર કટ બંધ થતા સ્થાનિકોનો રોષ, રોડ ચક્કાજામ
Published on: 06th February, 2026

અમદાવાદ SP રીંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે કટ બંધ કરાતા સ્થાનિકો રોષે ભરાયા અને રોડ ચક્કાજામ કર્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભાજપના નેતા દ્વારા રજૂઆત કરાતા કટ બંધ કરાયો, જેનાથી ટ્રાફિકમાં 5-7 કિમી ફરીને જવું પડે છે. પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો, પરંતુ સ્થાનિકોએ ‘દાદાગીરી નહીં ચલેગી’ના નારા લગાવ્યા.