ભાવનગરની કૈલાશ સોસાયટીના તબેલામાં આગ
ભાવનગર શહેરમાં કૈલાશ સોસાયટી નજીક મંત્ર કોમ્પ્લેક્સ પાસે આવેલા ઘનશ્યામભાઈ ઢાપાના તબેલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર સૂકા ઘાસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું સૂકું ઘાસ બળી ગયું હતું અને ચાર ભેંસો જીવતી ભુંજાઈ ગઈ હતી.
