પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો
પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો
Published on: 24th June, 2026

વડોદરામાં પ્રેમીએ ૮ વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા પછી લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. રાવપુરા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાવપુરા વિસ્તારમાં  રહેતા જ્યોતિબેનને બે સંતાનો છે. પતિ સાથે અણબનાવ થતા ૧૦ વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા.