સુરતમાં બ્રિજ પરથી બાઈક પડતાં 3 મિત્રોના મોત
સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીક બ્રિજ પરથી બાઈક ચાલકે કાબૂ ગુમાવતાં ચાર મિત્રો 50 ફૂટ નીચે પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મિત્રોના ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે ચોથા મિતેશની હાલત ગંભીર છે. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી.
