ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત
ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત
Published on: 25th June, 2026

કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલે ખસેડવા પડયાગમખ્વાર અકસ્માતમાં મોરબીના યુવાનનું અને માળિયા પંથકની બે મહિલાના મૃત્યુ; અકસ્માતનું કારણ જાણવા હાથ ધરાતી તપાસજામનગર: ધ્રોલ તાલુકામાં આવેલા લતીપર હાઇવે પર આજે બુધવારે સાંજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ૪ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેઓને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો તેમજ ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.