સાંસદ કચ્છ કાર્નિવલ: 48 કૃતિઓ અને 1200 કલાકારો સાથે આષાઢી બીજની ભવ્ય ઉજવણી
સાંસદ કચ્છ કાર્નિવલ: 48 કૃતિઓ અને 1200 કલાકારો સાથે આષાઢી બીજની ભવ્ય ઉજવણી
Published on: 16th July, 2026

ભુજમાં આષાઢી બીજ નિમિત્તે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘’સાંસદ કચ્છ કાર્નિવલ’’નો ભવ્ય પ્રારંભ થયો છે. આ વર્ષે 48 કૃતિઓ અને 1200 કલાકારો સાથે, આ કાર્નિવલ કચ્છના સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરશે. મહાદેવ નાકાથી ખેંગાર પાર્ક સુધી યોજાનાર આ કાર્નિવલમાં વિવિધ સમાજો, કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. કચ્છની પરંપરાગત સંસ્કૃતિ, લોકસંગીત અને હેન્ડીક્રાફ્ટ પર આધારિત કૃતિઓ રજૂ થશે. બેંકો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કૃતિઓ અને કલાકારોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે.