રાજકોટમાં 31stને ટક્કર મારતી હનુમાન ચાલીસા યુવા કથા
રાજકોટમાં 31stને ટક્કર મારતી હનુમાન ચાલીસા યુવા કથા
Published on: 27th December, 2025

રાજકોટમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન, જેમાં પોથીયાત્રા, ડી.જે. અને બેન્ડવાજા સાથે "જય શ્રી રામ" ગુંજશે. 31st ડિસેમ્બરે દાદાના જન્મોત્સવની ઉજવણી, 151 કિલોની કેક અને અન્નકૂટ ધરાવાશે. હરિપ્રકાશદાસજી કથાનું રસપાન કરાવશે. 50,000 લોકો માટે બેઠક, પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા અને 5 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાશે. 120 ફૂટની LED સ્ક્રીન અને 6D સાઉન્ડ સિસ્ટમ રહેશે.