શેખર સુમન દીકરા આયુષની અંતિમ ક્ષણો યાદ કરીને ભાવુક થયા
શેખર સુમન દીકરા આયુષની અંતિમ ક્ષણો યાદ કરીને ભાવુક થયા
Published on: 14th October, 2026

એક્ટર શેખર સુમને તેમના 11 વર્ષીય દીકરા આયુષના મૃત્યુની દુઃખદ યાદો વાગોળી. દુર્લભ હૃદય રોગ EMF થી પીડાતા આયુષે અંતિમ ક્ષણોમાં પિતાને બચાવવા માટે કહ્યું હતું. શેખરે જણાવ્યું કે દીકરાની તકલીફ જોઈને તેમની પત્ની અલકાએ ડોક્ટરોને તેને પીડામાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. દીકરાની બીમારી દરમિયાન શેખર કામની શોધમાં હતા.