ભરૂચના ડો. સ્વરલ નાયકે AICS સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
ભરૂચના ડો. સ્વરલ નાયકે AICS સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
Published on: 26th March, 2026

ડો. સ્વરલ નાયકે નવી દિલ્હીમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ (AICS) 2025-26 સંગીત-નૃત્ય-નાટક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. ગુજરાત સેક્રેટરિયેટ ટીમનું પ્રતિનિધિત્વ કરતા સુગમ સંગીતમાં તેમણે બશીર બદ્રની ગઝલ રજૂ કરી. 2023-24માં નાગપુરમાં પણ તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમની આ સિદ્ધિથી ગુજરાતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.