ચૈત્રી આઠમે અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ.
ચૈત્રી આઠમે અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ.
Published on: 26th March, 2026

ચૈત્રી નવરાત્રીની આઠમે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તો ઉમટ્યા. માતાજીના દર્શન અને મંગળા આરતી માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. સવારે 6 કલાકે મંગળા આરતી થઈ, જેમાં ભક્તો જોડાયા. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું. હાલમાં અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીમાં બે મંગળા આરતી થાય છે. માતાના આશીર્વાદ માટે ભક્તો અંબાજીની મુલાકાત લઈ રહ્યા છે.