બોટાદ ગુરુકુળ B.Ed. કોલેજમાં વિદાય સમારોહ.
બોટાદ ગુરુકુળ B.Ed. કોલેજમાં વિદાય સમારોહ.
Published on: 26th March, 2026

બોટાદ ગુરુકુળમાં સેમ-4ના તાલીમાર્થીઓ માટે વિદાય સમારોહ યોજાયો. જેમાં ટ્રસ્ટી શાસ્ત્રી શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામીજી, કેમ્પસ ડાયરેક્ટર મુકેશભાઈ કાનેટિયા સહિત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા. મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા તાલીમાર્થીઓને આશીર્વાદ આપ્યા અને સમાજને ઉપયોગી શિક્ષક બનવા પ્રેરણા આપી. પ્રથમ સેશનમાં ભેટ અપાઈ અને સમૂહ ભોજન લેવાયું, બીજા સેશનમાં તાલીમાર્થીઓએ અનુભવો વર્ણવ્યા અને વિવિધ રજૂઆતો કરી.