કાન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ, 1500 કલાકની મહેનતે બનેલો અદભૂત ડ્રેસ!
કાન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ, 1500 કલાકની મહેનતે બનેલો અદભૂત ડ્રેસ!
Published on: 23rd May, 2026

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની શાનદાર વાપસી કરી છે. તેમણે 1,500 કલાકની હાથની મહેનતે તૈયાર થયેલો, જાણીતા ડિઝાઈનર અમિત અગ્રવાલનું કસ્ટમ ક્રિએશન ‘લ્યુમિનારા’ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન પ્રકાશની ગતિ અને ઊર્જાથી પ્રેરિત, ઘેરા મિડનાઇટ બ્લૂ રંગનું હતું, જેમાં કોસ્મિક ટોન અને હજારો ક્રિસ્ટલ્સનું અદભૂત વર્ક જોવા મળ્યું. ઐશ્વર્યાએ મેચિંગ સેટિન ગ્લોવ્ઝ, ડાયમંડ નેકલેસ અને બોલ્ડ સ્ટેટમેન્ટ રિંગ્સ સાથે પોતાનો શાહી લુક પૂર્ણ કર્યો હતો. આ અનોખા લુક અને 'નમસ્તે' કહીને તેમણે સૌના દિલ જીતી લીધા.