ભજન જેમિંગ: નવી પેઢીની ભક્તિની નવી વ્યાખ્યા.
'ભજન જેમિંગ' એ 18-35 વર્ષના યુવાનોમાં લોકપ્રિય બની રહ્યું છે, જ્યાં તેઓ પરંપરાગત ભજનો ગાય છે અને નૃત્ય કરે છે. આ નવી પેઢી ધર્મની નવી ફિલોસોફી અપનાવી રહી છે, જ્યાં કર્મકાંડને બદલે 'શબદની આરાધના' પર ભાર મૂકવામાં આવે છે. આ ભજનો જીવનની સરળ સમજ અને ઈશ્વર વિશેની ઊંડી ફિલોસોફી સમજાવે છે, જે ઘણીવાર સંસ્કૃત શાસ્ત્રોના અધ્યયનથી પણ અઘરી હોય છે. ગોરખનાથ, કબીર, મીરાંબાઈ, નરસિંહ મહેતા જેવા અનેક સંતોની ભજનવાણી આજના યુવાનોમાં ફરી જીવંત થઈ રહી છે.
ભજન જેમિંગ: નવી પેઢીની ભક્તિની નવી વ્યાખ્યા.
ભારતના આ ગામમાં ક્યારેય નથી ખવાતા ડુંગળી લસણ અને માંસ!
ભારત તેની ભવ્ય અને વિશાળ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક વિવિધતા માટે સમગ્ર વિશ્વમાં એક વિશેષ ઓળખ ધરાવે છે. દેશની અસંખ્ય પરંપરાઓમાં કેટલાક એવા અનોખા નગરો છે જે કડક શાકાહારી જીવનશૈલીનું પાલન કરે છે. બિહારના ગયા જિલ્લામાં આવેલું બિહિયાન ગામ ભારત દેશના સૌથી કડક અને સંપૂર્ણપણે શાકાહારી ગામોમાં અગ્રેસર ગણાય છે. અહીંના સ્થાનિક ગ્રામજનો છેલ્લા 300 વર્ષથી પણ વધુ સમયથી ઊંડી ધાર્મિક શ્રદ્ધા અને સામુદાયિક શિસ્તના આધારે આ જીવનશૈલી જીવે છે. લોકો માને છે કે શાકાહારી પ્રથાઓ પાળવાથી તેઓ બ્રહ્મા બાબાના ક્રોધથી બચે છે અને તેમના આશીર્વાદ ગામ પર સદાય રહે છે.
ભારતના આ ગામમાં ક્યારેય નથી ખવાતા ડુંગળી લસણ અને માંસ!
વડોદરાના પાદરામાં ભાગવત પારાયણ પૂર્વે ભવ્ય શોભાયાત્રા.
પાદરામાં રંગ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત નવાહન પારાયણ નિમિત્તે ભક્તિમય શોભાયાત્રા યોજાઈ. જેમાં સમગ્ર નગર હરિભક્તિ અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું. આગેવાનો, સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ગાય માતાને પ્રધાન શ્રોતા તરીકે સ્થાન અપાતા કાર્યક્રમને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું.
વડોદરાના પાદરામાં ભાગવત પારાયણ પૂર્વે ભવ્ય શોભાયાત્રા.
ખાદી અને કોટનમાં ફ્લોરલ ડીઝાઈનનો જાદુ.
ઉનાળામાં ‘ખાદી’ અને ‘કોટન’ શ્રેષ્ઠ છે. ખાદી હવે ગ્લોબલ ફેશન પર છવાઈ છે, જે મલમલ જેવી નરમ અને આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. કોટનમાં ‘ફ્લોરલ’, ‘બ્લોક પ્રિન્ટ’ જેવા ભારતીય કળાનો ઉપયોગ થાય છે. આધુનિક ડિઝાઈન્સ જેમ કે ‘ઓફ-શોલ્ડર’ ટોપ્સ, ‘પેપલમ’ કુર્તી, ‘કોટન કો-ઓર્ડ સેટ્સ’ ટ્રેન્ડમાં છે. ‘ન્યૂડ મેકઅપ’, ‘વુડન જ્વેલરી’ સાથે ‘ઇકો-ફ્રેન્ડલી’ ફેશન અપનાવો.
ખાદી અને કોટનમાં ફ્લોરલ ડીઝાઈનનો જાદુ.
રામ મંદિર બાદ સોમપુરા સમાજને 500થી વધુ મંદિરોના ઓર્ડર.
શ્રીરામ મંદિર બાદ વૈશ્વિક સ્તરે ભારતીય શિલ્પકલાનો સુવર્ણકાળ શરૂ થયો છે. આગામી 3 વર્ષમાં દેશમાં 500થી વધુ અને વિદેશમાં 50 મંદિરોનું નિર્માણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા કરાશે. એક મંદિર નિર્માણનો ખર્ચ 50 લાખથી વધુ થાય છે. 250 લોકોને ટ્રેનિંગ અપાય છે, જેમાં દિશા, શિલ્પ, સૂર્યપ્રકાશ અને ઊર્જાના પ્રવાહનું જ્ઞાન અપાય છે. સૌથી વધારે જૈન મંદિરોનું નિર્માણ થશે.
રામ મંદિર બાદ સોમપુરા સમાજને 500થી વધુ મંદિરોના ઓર્ડર.
ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
અમિતાભ બચ્ચન ફરી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં આવેલા 134 વર્ષ જૂના પ્રાચીન વિષ્ણુ મંદિરનો વીડિયો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વર્ષ 1892માં કાજાર યુગ દરમિયાન બનેલું આ મંદિર ત્યાં વેપાર કરતા ભારતીય હિંદુ વેપારીઓ માટે બનાવાયું હતું. વીડિયોમાં પર્શિયન ભાષામાં ભજન પણ સાંભળવા મળે છે. અમિતાભની આ પોસ્ટ બાદ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર તેજ બની ગઈ છે.
ઈરાનમાં 134 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર, અમિતાભે શેર કર્યો દુર્લભ વીડિયો.
એક જ ફિલ્મમાં 3 અવતાર" ક્રિકેટ, કુશ્તી અને રેસ!
પેડ્ડીનું ટ્રેલર રિલીઝ થતાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર બુચ્ચી બાબુ સાના દ્વારા નિર્દેશિત આ સ્પોર્ટ્સ એક્શન ડ્રામામાં રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં ગામડાની પૃષ્ઠભૂમિ, રમત પ્રત્યેનો જુસ્સો અને જબરદસ્ત એક્શન દર્શાવવામાં આવ્યા છે. રામ ચરણ ક્રિકેટ, કુશ્તી અને દોડમાં નિષ્ણાત યુવાન ‘પેડ્ડી’ના પાત્રમાં જોવા મળે છે. જાહ્નવી કપૂર સહિત અનેક જાણીતા કલાકારો ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આશરે ₹300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 4 જૂને વિશ્વભરમાં રિલીઝ થશે.
એક જ ફિલ્મમાં 3 અવતાર" ક્રિકેટ, કુશ્તી અને રેસ!
મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
અભિનેત્રી મોની રોય અને તેમના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે સૂરજે સત્તાવાર નિવેદન આપી તમામ અફવાઓ ફગાવી દીધી છે. તેમણે ભરણપોષણ, ઝઘડા અથવા ત્રીજી વ્યક્તિની સંડોવણીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. સૂરજે જણાવ્યું કે બંનેએ પરસ્પર સન્માન અને સમજદારીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે મીડિયા અને લોકોને તેમની પ્રાઇવસીનું સન્માન કરવા તેમજ નિર્દોષ મિત્રોને આ વિવાદમાં ન ખેંચવા અપીલ કરી હતી. મૌની અને સૂરજના લગ્ન વર્ષ 2022માં ગોવામાં ધામધૂમથી થયા હતા.
મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
ડેનિયલ ક્રેગના સ્થાને નવા જેમ્સ બોન્ડની શોધ શરુ થઈ છે. નિર્માતા એમેઝોન એમજીએમએ આ કામ કાસ્ટિંગ ડાયરેક્ટર નીના ગોલ્ડને સોંપ્યું છે. તે સાથે જ સમગ્ર મનોરંજન વિશ્વમાં આગામી બોન્ડ કોણ હશે તેની અટકળો ચાલુ થઈ છે. બીજી તરફ પીઢ ભારતીય ફિલ્મ સર્જક શેખર કપૂરે એવો મત વ્યક્ત કર્યો છે કે ભારતીય અભિનેતા જોન અબ્રામમ નવા બોન્ડ તરીકે ફિટ બેસે તેમ છે. ઉલ્લેખનીય છે કે શેખર કપૂરનાં દિગ્દર્શન હેઠળ બનેલી ૧૯૯૮ની ફિલ્મ 'એલિઝાબેથ'માં ડેનિયલ ક્રેગનું પરફોર્મન્સ વખણાયા બાદ જ ડેનિયલ ક્રેગને નવા બોન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
નવા જેમ્સ બોન્ડ માટે શેખર કપૂરે સૂચવ્યું જોન અબ્રાહમનું નામ.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
તિલક વર્મા અને અભિનેત્રી શ્રીલીલાના ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવી છે. સૂર્યકુમાર યાદવના મજાકિયા વીડિયોએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો હતો. અગાઉ શ્રીલીલાની માતા મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળતા અને સોશિયલ મીડિયા પર કેટલાક દાવાઓ થતા અફવાઓ શરૂ થઈ હતી. જોકે શ્રીલીલાની ટીમે સ્પષ્ટતા કરી છે કે બંને ક્યારેય મળ્યા પણ નથી અને આ તમામ ચર્ચાઓ પાયાવિહોણી છે. હાલ બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
તેઓ ક્યારેય મળ્યા જ નથી...: ક્રિકેટર તિલક વર્મા સાથે અફેરની અટકળો પર એક્ટ્રેસ શ્રીલીલાની ટીમની સ્પષ્ટતા.
રસ્તા પર નમાઝ: CM યોગીની કડક ચેતવણી.
ઉત્તર પ્રદેશનાના CM યોગી આદિત્યનાથે રસ્તાઓ પર નમાઝ પઢવા મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે રસ્તાઓ સામાન્ય નાગરિકો માટે છે અને ત્યાં નમાઝ બિલકુલ સહન નહીં થાય. જો લોકો પ્રેમથી નહીં માને તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાઓ પર ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને તમાશો બનાવનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. વધુ સંખ્યા હોય તો શિફ્ટમાં નમાઝ પઢવાની સલાહ આપી. સિસ્ટમ સાથે રહેવું હોય તો નિયમો માનવા પડશે. કાયદાનું શાસન બધા માટે સમાન છે, અરાજકતા નહીં ફેલાવા દઈએ.
રસ્તા પર નમાઝ: CM યોગીની કડક ચેતવણી.
ડભોઇમાં બદ્રીનારાયણ મંદિરમાં ભાગવત કથાનો શુભારંભ.
ડભોઇના શ્રી બદ્રીનારાયણ મંદિરમાં અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ-ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે. હિંદુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ કહેવાય છે, જે ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના સાનિધ્યમાં યોજાતી આ કથા ભક્તોને ધર્મપ્રેમ સાથે જોડે છે. મુખ્ય યજમાન હરીશ પંચાલ અને કિરણબેન પંચાલે યોજેલી પોથીયાત્રા, પૂજન અને આરતીએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું.
ડભોઇમાં બદ્રીનારાયણ મંદિરમાં ભાગવત કથાનો શુભારંભ.
કોઠંબા સિદ્ધેશ્વર મંદિરમાં શનિદેવ મહારાજની પ્રતિષ્ઠા.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો.
ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવિણસિંહ પ્રભાતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. નવચંડી યજ્ઞ યોજાયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી સત્યનારાયણ અને ગંગા ભવાની માતાજીની મહાઆરતી ઉતારાઇ આવી હતી.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો.
ભરૂચમાં અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો.
ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામમાં રાવ પરિવારની કૂળદેવી મહાલક્ષ્મી માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી અવસરે નવચંડી યાગ સંપન્ન થયો. મુખ્ય યજમાન નરપતભાઇ રાવ પરિવારના હસ્તે પ્રતિમા શૃંગાર, નૂતન ધ્વજારોહણ અને વેદોક્ત વિધિસર યજ્ઞ પ્રારંભ કરાયો. મોટી સંખ્યામાં ભક્તિપ્રિય જનતાએ આરતી, ધૂન, સ્તુતિગાન અને દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો.
ભરૂચમાં અછાલીયા મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ ઉજવાયો.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
ભરૂચના જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિરે યોગીજી મહારાજના 134મા પ્રાગટ્યદિન નિમિત્તે યોગીપર્વ યોજાયું. પૂ. વૈરાગ્યપ્રિય સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, સત્સંગ મહિમા અને આધ્યાત્મિક જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા. હરિભક્તોએ યજમાન, પ્રસાદ, રસોઈ સહિત વિવિધ સેવાઓ ઉત્સાહપૂર્વક કરી. મંદિર પરિસર ભક્તિમય બન્યું.
યોગીજી મહારાજના પ્રાગટ્યદિનની ભક્તિમય ઉજવણી, ભજન-પ્રવચનો.
અધિક માસ: સૂર્ય-ચંદ્રની ગતિ અને ઋતુઓનું વૈજ્ઞાનિક સંતુલન
હિંદુ પંચાંગમાં દર અઢી વર્ષે અધિક માસ ઉમેરાય છે. આ ખગોળીય ઘટના પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ગતિ વચ્ચે 11 દિવસના તફાવતને સરખો કરવા માટે છે. તેનાથી તહેવારો હંમેશા તેમની ઋતુ સાથે જોડાયેલા રહે છે. આ વ્યવસ્થા હિન્દુ, ચીની, યહૂદી અને તિબેટીયન કેલેન્ડરમાં પણ જોવા મળે છે.
અધિક માસ: સૂર્ય-ચંદ્રની ગતિ અને ઋતુઓનું વૈજ્ઞાનિક સંતુલન
ભરૂચના મક્તમપુરમાં 8 વેદમૂર્તિઓ દ્વારા વેદ ઘનપાઠનો પ્રારંભ.
ભરૂચના મક્તમપુરમાં સિદ્ધિ વિનાયક મંદિર ખાતે શેઠ ગોકળભાઈ બ્રિજલાલ ટ્રસ્ટ દ્વારા 21 દિવસીય 'ઘનપારાયણ મહોત્સવ'નો મંગલ પ્રારંભ થયો છે. 8 વેદમૂર્તિઓ દ્વારા આધુનિક સમયમાં દુર્લભ એવા ઘનપાઠ પદ્ધતિથી વેદમંત્રોનું ગાન થશે, જે ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર છે.
ભરૂચના મક્તમપુરમાં 8 વેદમૂર્તિઓ દ્વારા વેદ ઘનપાઠનો પ્રારંભ.
હમીરસર વોકવે: ભુજવાસીઓનો મનપસંદ સ્થળ, પણ બાંકડા અને સુવિધાઓની કમી.
ભુજના હમીરસર વોકવેમાં ઠંડી હવાનો આનંદ માણવા હજારો લોકો ઉમટી રહ્યા છે. રાત્રે અંદાજે 1500 ટુ-વ્હીલર અને 100 ફોર-વ્હીલર પાર્ક થાય છે. પણ, બેસવા માટે અપૂરતા બાંકડા, બંધ લાઈટો, પાણીની પરબનો અભાવ, અને ડોમમાં સુવિધાઓની કમીને કારણે લોકોને મુશ્કેલી પડે છે. કરદાતા નાગરિકો સુવિધાઓ સુધારવાની માંગ કરી રહ્યા છે.
હમીરસર વોકવે: ભુજવાસીઓનો મનપસંદ સ્થળ, પણ બાંકડા અને સુવિધાઓની કમી.
ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’.
અસહ્ય ગરમીથી રાહત મેળવવા રાજપીપળા પાસેનું 'ધોબીશાલ' સ્થળ પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. કરજણ નદીના ઠંડા પાણીમાં સ્નાન અને સુંદર નજારાનો આનંદ માણવા લોકો ઉમટી રહ્યા છે. ધોબીશાલના કાંઠે સાંજના પાંચ વાગ્યા પછી જામતી ભીડને કારણે અહીં સ્થાનિક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે.
ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’.
સાઉથ સિનેમાની કઈ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે તિલક વર્મા?
મુંબઈ ઈન્ડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્મા ફરી અંગત જીંદગીને લઈને ચર્ચામાં છે. સૂર્યકુમાર યાદવના 'in love' કહેતા વીડિયો બાદ તેલુગુ અભિનેત્રી શ્રીલીલા સાથે ડેટિંગની અફવાઓ તેજ થઈ છે. અગાઉ તિરુમાલા મંદિર અને IPL મેચ વખતે બંનેની હાજરીએ ચર્ચા જગાવી હતી. જોકે, બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સાઉથ સિનેમાની કઈ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે તિલક વર્મા?
અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
અનુરાગ કશ્યપ પર બ્રહ્મસમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે BNSની કલમ 196, 352, અને 353(2) હેઠળ ગુનો નોંધી કાનૂની પ્રોસેસ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે. ફિલ્મના વિવાદિત દ્રશ્યો સામે પ્રતિક્રિયા રૂપે આ પોસ્ટ કરાઈ હતી. ફરિયાદીએ ડિજિટલ પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે આદેશ આપ્યો છે.
અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
જયમ રવિ છૂટાછેડા સુધી સિનેમાથી દૂર, ગુલામ જેવી ટ્રીટમેન્ટનો આરોપ
જયમ રવિ અંગત પીડા વ્યક્ત કરતા રડી પડ્યા. છૂટાછેડાના વિવાદ, ટ્રોલિંગ અને સિંગર કેનિશા ફ્રાન્સિસ સાથે જોડાતા નામથી કંટાળીને તેમણે જાહેરાત કરી કે જ્યાં સુધી કોર્ટ દ્વારા છૂટાછેડા મંજૂર નહીં થાય, ત્યાં સુધી તેઓ અભિનય નહીં કરે. તેમણે પત્ની અને સાસરિયા પર ગુલામ જેવી ટ્રીટમેન્ટ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો.
જયમ રવિ છૂટાછેડા સુધી સિનેમાથી દૂર, ગુલામ જેવી ટ્રીટમેન્ટનો આરોપ
સોમનાથના સાંનિધ્યમાં શિવમય અનુભૂતિ: શિવશક્તિનો ગહન સંબંધ.
સોમનાથના પુનરોદ્ધારના 75મા વર્ષ નિમિત્તે પંડિત ભાગ્યેશ જહાએ શિવશક્તિના સૂક્ષ્મ સંબંધ અને ‘શિવસામીપ્ય’નો મહિમા વર્ણવ્યો. ચંદ્રના ‘શિવશક્તિ પોઇન્ટ’ અને સોમનાથની હવા વચ્ચેનો ગહન સંબંધ, બાણસ્તંભ જેવા શિવલિંગની ઊર્જા અને વ્યક્તિ-સમષ્ટિના જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો. શંકરાચાર્યના ‘શિવોહમ્’ મંત્ર અને મનના 'વિસર્જન'ની આધ્યાત્મિક પ્રક્રિયાને આજના મનોવૈજ્ઞાનિક સંશોધન 'બ્રેન રિવાયરિંગ' અને ન્યૂરોપ્લાસ્ટીસિટી સાથે સરખાવવામાં આવી.
સોમનાથના સાંનિધ્યમાં શિવમય અનુભૂતિ: શિવશક્તિનો ગહન સંબંધ.
એક ફોટો, એક અફવા, અને બરબાદ થયેલું જીવન.
અધિક માસનો આરંભ, વૃષભ સંક્રાંતિ અને રાશિઓ પર તેની અસર.
17 મે 2026 થી અધિક માસનો પ્રારંભ થયો છે, જે 15 જૂન સુધી ચાલશે. આ સમય ભગવાન વિષ્ણુની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે. 'ગ્રહોના રાજા' સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર થયું છે, જે સંક્રાંતિ તરીકે ઓળખાય છે. આ ગોચર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રીતે અસર કરશે, જેમાં આર્થિક, વ્યાવસાયિક અને પારિવારિક બાબતોનો સમાવેશ થાય છે.
અધિક માસનો આરંભ, વૃષભ સંક્રાંતિ અને રાશિઓ પર તેની અસર.
ઓપરેશન સિંદૂર ફિલ્મ: માત્ર બે નિર્માતાઓ આગળ.
ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવા માટે ઘણાં નિર્માતાઓ મેદાનમાં આવ્યા હતા. ઘણાં ટાઇટલ્સ રજિસ્ટર્ડ થયા, પણ એક વર્ષ પછી પણ મોટાભાગની અરજીઓ પેન્ડિંગ છે. વિવેક અગ્નિહોત્રી 'ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇકસ ઇનસાઇડ પાકિસ્તાન' પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. બીજી ફિલ્મ 'ટેરર રિપોર્ટ' છે, જેમાં આતંકી હુમલાઓની વાત છે. નિર્માતાઓ ટાઇટલ મેળવવા માટે સંગઠનોનો સંપર્ક કરે છે. IMPA, WIFPA, IFTPC અને Producers Guild of India મુખ્ય સંગઠનો છે.
ઓપરેશન સિંદૂર ફિલ્મ: માત્ર બે નિર્માતાઓ આગળ.
જેને ડેટ કરો તેની સાથે જ લગ્ન જરૂરી નથી: કિયારા અડવાણી
બોલિવૂડની પાવરફુલ એક્ટ્રેસ અને ન્યૂ મોમ કિયારા અડવાણીએ તાજેતરમાં મોર્ડન રિલેશનશિપ, પેરેન્ટિંગ અને પોતાની નાની દીકરી સારાયાહ મલ્હોત્રાના ભવિષ્યને લઈને એવું નિવેદન આપ્યું છે જેની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. એક પોડકાસ્ટમાં કિયારાએ જણાવ્યું કે, તે પોતાની દીકરી પર ક્યારેય કોઈ પરંપરાગત દબાણ લાવવા નથી માંગતી. તે ઈચ્છે છે કે તેની દીકરી પોતાની જિંદગી મુક્તપણે જીવે અને પોતાની પસંદગી જાતે કરે.