સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાપ, સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ.
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સાપ, સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ.
Published on: 19th May, 2026

સલમાન ખાનના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સોમવારે એક ધામણ સાપ દેખાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પાર્કિંગ વિસ્તારમાં શટર નજીક સાપ જોવા મળતાં સુરક્ષા કર્મચારીઓએ તરત જ કાર્યવાહી કરી અને સ્થાનિક સ્નેક રેસ્ક્યુર વિકી દુબેને જાણ કરી હતી. રેસ્ક્યુ ટીમે શાંતિપૂર્ણ રીતે સાપને કાબૂમાં લઈને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. પકડાયેલો સાપ ઇન્ડિયન રેટ સ્નેક તરીકે ઓળખાય છે, જે બિનઝેરી હોય છે અને સામાન્ય રીતે ઉંદરો ખાય છે. આ ઘટના બાદ એપાર્ટમેન્ટમાં થોડો સમય ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.