જોડિયા બહેનોનો અદભૂત રેકોર્ડ: ધો. 10 અને NEETમાં મેળવ્યા સરખા ગુણ
જોડિયા બહેનોનો અદભૂત રેકોર્ડ: ધો. 10 અને NEETમાં મેળવ્યા સરખા ગુણ
Published on: 05th August, 2026

સુરેન્દ્રનગરમાં માહી અને માર્ગી નામની જોડિયા બહેનોએ શિક્ષણ જગતમાં એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે. બંને બહેનોએ અગાઉ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 578 સરખા ગુણ, A1 ગ્રેડ અને 99.80 પર્સન્ટાઇલ મેળવી ટોપ કર્યું હતું. હવે તાજેતરમાં જાહેર થયેલા NEETના પરિણામમાં પણ બંનેએ બિલકુલ એકસરખા 422 ગુણ મેળવીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે. તેમની સફળતા પાછળ સમાન ઉછેર, અભ્યાસનું વાતાવરણ અને એકબીજાની સ્પર્ધાત્મકતા જવાબદાર છે.