સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી પૂર્વે બાળકો માટે અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું
સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી પૂર્વે બાળકો માટે અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું
Published on: 28th August, 2026

સુરેન્દ્રનગર ખાતે ઈસ્કોન મંદિર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ-2026 નિમિત્તે સરદાર પટેલ વિદ્યાલયમાં "કૃષ્ણ સંસ્કાર ચિત્ર મહોત્સવ" યોજાયો. આ કાર્યક્રમમાં 400થી વધુ બાળકો, યુવાનો, મહિલાઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિવિધ વય જૂથો માટે રંગપુરણી, વાંસળી, મોરપીંછ, મટકી ચિત્ર રચના, શ્રીકૃષ્ણ અને ગાયનું ચિત્રકામ, તેમજ મટકી સુશોભન જેવી સ્પર્ધાઓ યોજાઈ. દરેક કેટેગરીમાં વિજેતાઓને જન્માષ્ટમી મહોત્સવમાં ઇનામો અને પ્રમાણપત્રો અપાશે.