જીકાસમાં ભૂલને કારણે સેંકડો વિદ્યાર્થીઓનું B.Com પ્રવેશ અધ્ધરતાલ
જીકાસમાં ભૂલને કારણે સેંકડો વિદ્યાર્થીઓનું B.Com પ્રવેશ અધ્ધરતાલ
Published on: 14th June, 2026

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જીકાસ (JICAS) હેઠળ F.Y.B.Com પ્રવેશ પ્રક્રિયામાં મોટી ગરબડ થઈ છે. બીજા રાઉન્ડમાં, ઘણા વિદ્યાર્થીઓએ B.Com ને બદલે B.Com Business Operations નો વિકલ્પ પસંદ કરી લીધો હતો. આ વિદ્યાર્થીઓએ B.Com ની પ્રવેશ પરીક્ષા આપી હતી, પરંતુ હવે તેમને તેમની ભૂલ સમજાઈ રહી છે. આ ગેરસમજને કારણે સેંકડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, કારણ કે તેઓ ખોટા કોર્સ માટે અરજી કરી ચૂક્યા છે.