તલોદ ડીઝલ ચોરી કેસના બે આરોપી અમદાવાદથી ઝડપાયા
તલોદ ડીઝલ ચોરી કેસના બે આરોપી અમદાવાદથી ઝડપાયા
Published on: 14th June, 2026

સાબરકાંઠાના તલોદ પોલીસે ડીઝલ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને અમદાવાદથી ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ તલોદ નજીક ટીમ્બા પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રકમાંથી 225 લિટર ડીઝલ ચોરી કર્યું હતું. પોલીસે ઘટના સ્થળ પરથી ચોરીનું ડીઝલ અને ગુનામાં વપરાયેલી કાર પણ કબજે લીધી છે. હ્યુમન સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ બાદ આ બંને આરોપીઓની ઓળખ થઈ હતી અને તેમને અમદાવાદથી દબોચી લેવાયા હતા.