બનાસકાંઠાના અમીરગઢ નજીક બાલારામ બ્રિજ પર ભયાનક અકસ્માત
બનાસકાંઠાના અમીરગઢ નજીક બાલારામ બ્રિજ પર ભયાનક અકસ્માત
Published on: 14th June, 2026

બનાસકાંઠાના અમીરગઢ પાસે બાલારામ બ્રિજ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 5થી વધુ વાહનો, જેમાં ઈકો કાર અને ટ્રકનો સમાવેશ થાય છે, એકબીજા સાથે ભયાનક રીતે અથડાયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે અને NHAI ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું છે અને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરી છે.