MSU કેમ્પસમાં ઐતિહાસિક ઇમારતો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટી પ્રોજેક્ટ તૈયાર.
MSU કેમ્પસમાં ઐતિહાસિક ઇમારતો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટી પ્રોજેક્ટ તૈયાર.
Published on: 05th August, 2026

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી (MSU) ખાતે વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ઐતિહાસિક ઇમારતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંદાજે રૂ.27 કરોડના ખર્ચે એક વ્યાપક ફાયર સેફ્ટી પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર કેમ્પસમાં 25 અંડરગ્રાઉન્ડ વોટર સંપ (ટાંકીઓ) અને ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. દરેક ફેકલ્ટી અને સંલગ્ન બિલ્ડિંગો ખાતે પાણીનું સ્ટોરેજ ઊભું કરાયું છે, જેમાં 50 હજારથી 1 લાખ લિટરની ક્ષમતા ધરાવતા સંપ બનાવવામાં આવશે.