નવસારીમાં 4,073 ડ્રોપ આઉટ બાળકો પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડાયા, 'સમરસ વિદ્યા સેતુ' અભિયાન સફળ
નવસારીમાં 4,073 ડ્રોપ આઉટ બાળકો પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડાયા, 'સમરસ વિદ્યા સેતુ' અભિયાન સફળ
Published on: 21st August, 2026

નવસારી ખાતે 'સમરસ વિદ્યા સેતુ' અભિયાન કાર્યક્રમ શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો. નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસોની પ્રશંસા કરી. આર્થિક કારણોસર અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓ માટે સરસ્વતી વિદ્યા સહાય, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ જેવી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો. છેલ્લા 4-5 મહિનામાં 4,073 ડ્રોપ આઉટ બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. 1,200થી વધુ યુવાનોને ITI તથા કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો સાથે જોડવામાં આવ્યા છે.