નર્મદા જિલ્લામાં ચિકદાના વંચિત બાળકોને શિક્ષણના પ્રવાહમાં લાવવા CMને કરાઈ રજૂઆત
નર્મદા જિલ્લામાં ચિકદાના વંચિત બાળકોને શિક્ષણના પ્રવાહમાં લાવવા CMને કરાઈ રજૂઆત
Published on: 12th August, 2026

નર્મદા જિલ્લાના ચિકદા તાલુકામાં શિક્ષણથી વંચિત બાળકોને પુનઃ પ્રવાહમાં લાવવા માટે નિવૃત્ત શિક્ષક હરિલાલ જી. વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પીપલા કંકાલા ગામની પ્રાથમિક શાળા સહિતના વિસ્તારોમાં કેટલાક બાળકો લાંબા સમયથી શાળાથી દૂર હોવાથી તેમના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આદિવાસી અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમરસ વિદ્યાસેતુ અભિયાનનો અસરકારક અમલ કરવાની અને શાળા છોડી ચૂકેલા બાળકોને પુનઃ પ્રવેશ કરાવી દેખરેખ રાખવાની માગ કરાઈ છે.